કુલડીમાં કરો દૂધનું સેવન, થશે આ 6 જબરદસ્ત ફાયદા
દૂધ હોય કે ચા, તેને પીવાની અસલ મજા તો કુલ્લડ, (કુલડી)માં આવે છે. કુલડી એટલે કે માટીથી બનેલો નાનો મગ. સ્વાસ્થ્ય વિશેષજ્ઞ સ્વીકારે છે કે માટીના વાસણોમાં ખાવા પીવાથી સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક રહે છે. કડકડતી ઠંડીની વહેલી સવારે અનેક જગ્યાએ કુલડીમાં ગરમ દૂધ પીવાનું ચલણ છે. તો શું કુલડીમાં દૂધ પીવાથી દૂધ વધુ લાભદાયી બને છે? આવો જાણીએ...
દૂધ પીવું જરૂરી
દૂધમાં લગભગ દરેક તે તત્વ હાજર હોય છે જે શરીર માટે જરૂરી હોય છે. તેમાં વીટામીન, કેલ્શિયમ, પ્રોટીન, નિયાસિન, ફોસ્ફરસ અને પોટેશિયમનો ખજાનો હોય છે. હાલમાં જ થયેલા એક સ્ટડી મુજબ દરરોજ એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ખાસ વાત એ છે કે જે લોકો દૂધ પીવે છે તેઓ દૂધ ન પીનારાની સરખામણીમાં ચા, કોફી કે દારૂનું સેવન ઓછુ કરે છે. આથી પણ દૂધ પીવું ફાયદાકારક રહે છે. ઠંડીમાં કુલડીમાં દૂધ પીવાનું કહેવાય છે. આવો જાણીએ કેમ...
કુલડીમાં દૂધ પીવાના ફાયદા...
1. કુલડીની માટીમાં કેલ્શિયમ ભરપૂર મળી આવે છે. જે શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરે છે.
2. કુલડીમાં દૂધ પીવાથી પાચનતંત્ર સારું રહે છે. જેના કારણે ઠંડીમાં થતી અપચા અને પાચનતંત્ર સંબંધી સમસ્યાઓ દૂર રહે છે.
3. કુલડીમાં દૂધ પીવાથી હાડકા મજબુત થાય છે. જેનાથી દૂધને વધારાનું કેલ્શિયમ મળે છે.
4. માટીની પ્રકૃતિ ઠંડી હોય છે અને કુલડીમાં નાખવામાં આવેલું દૂધ વધુ સમય સુધી ગરમ રહેતું નથી. જેના કારણે તે પીવામાં પણ સુવિધાકારક રહે છે.
5. માટીથી બનેલા હોવાના કારણે તેમાંથી ભીની ભીની સુગંધ પણ આવે છે. જેના કારણે સ્વાદ પણ સારો લાગે છે.
6. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો કુલડીમાં ગરમ દૂધ પીવું એ તમારા માટે લાભકારક સાબિત થશે. તે પાચન માટે ખુબ ફાયદાકારક રહે છે. જેમને પણ કબજિયાતની સમસ્યા હોય તેઓ ગરમ દૂધને દવા તરીકે અપનાવી શકે છે.